આસ્થા અને કળાનો સંગમ ઘરેણાંમાં રજૂ થઇ રામાયણ

Saturday 31st January 2026 06:25 EST
 
 

રાજસ્થાનની રાજધાની જયપુરમાં તાજેતરમાં યોજાઇ ગયેલા ‘જયપુર જવેલરી શો’માં રજૂ થયેલો આસ્થા અને કળાના અદભૂત સંગમ આજે પણ ચર્ચામાં છે. મરુભૂમિના મહાનગરમાં યોજાયેલા એક સ્થાનિક જ્વેલર શુભમે સોનાના એક વિશિષ્ટ નેકલેસમાં ભગવાન શ્રીરામના સંપૂર્ણ જીવન ચરિત્રને જીવંત કર્યું છે. આ નેકલેસ માત્ર એક ઘરેણું નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરતી અને સોનામાં કંડારાયેલી એક દુર્લભ કલાકૃતિ પણ છે. આ નેકલેસને ભગવાન રામના ધનુષના આકારમાં તૈયાર કરાયો છે, જેમાં ભવ્ય રામ દરબારના દર્શન થાય છે. તેમાં ભગવાન શ્રી રામના બાળપણથી લઈને ગુરુકુળ શિક્ષણ, વનવાસ, લંકા વિજય, રામસેતુ નિર્માણ અને હનુમાનજી-સીતા માતાના સંવાદ સહિત રામરાજ્યની સ્થાપના સુધીના પ્રસંગો કંડારાયા છે. આ માટે 600 ગ્રામ સોનાનો ઉપયોગ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter