ઇઝરાયેલના દરિયાકાંઠેથી મળી 12મી સદીની દુલર્ભ તલવાર

Friday 20th March 2026 09:14 EDT
 
 

જેરુસલેમઃ યુદ્ધના કારણે અશાંતિના ખપ્પરમાં હોમાયેલા ઈઝરાયેલમાંથી પુરાતત્વવિદોને રસ પડે તેવા સમાચાર આવ્યા છે. દેશના ઉત્તરીય કિનારે આવેલા ડોર બીચ પરથી હાઈફા યુનિવર્સિટીના વિદ્યાર્થી શ્લોમી કાત્ઝિનને 12મી સદીની એક દુર્લભ ક્રુસેડર તલવાર મળી છે. કાત્ઝિને સમુદ્રી અભ્યાસ દરમિયાન સમુદ્રના તળિયે આ તલવાર જોઈ હતી અને પુરાતત્વ વિભાગની પરવાનગી સાથે તેને સુરક્ષિત બહાર કાઢી હતી. આશરે એક મીટર લાંબી આ તલવાર સૈકાઓ સુધી દરિયામાં રહેવાને કારણે પથ્થર અને કાટના થરથી ઢંકાઈ ગઈ હતી. તેને નુકસાન પહોંચાડયા વિના તપાસવા માટે હાઈફાના એલિશા મેડિકલ સેન્ટરમાં અત્યાધુનિક સીટી સ્કેન કરાયું હતું. સ્કેનિંગમાં જાણવા મળ્યું હતું કે આ એક હાથે વીંઝી શકાય તેવી યુરોપિયન બનાવટની તલવાર છે. જોકે, દરિયાઇ ક્ષારના કારણે સમય જતાં લોખંડનો માત્ર નાનો હિસ્સો જ બચ્યો છે અને બ્લેડમાં પણ તિરાડ જોવા મળી છે. નિષ્ણાતોના મતે, મધ્ય યુગમાં તલવાર માત્ર શસ્ત્ર નહીં પણ શૌર્ય અને શ્રદ્ધાનું પ્રતીક હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter