એઆઇને જ બનાવ્યો પાર્ટનર, સાઉથ કોરિયામાં શરૂ થયો અનોખો ડેટિંગ શો!

Friday 16th October 2026 05:52 EDT
 
 

સિઉલઃ સાઉથ કોરિયામાં માણસ અને એઆઈ વચ્ચેના સંબંધોને પારખતો એક અનોખો ડેટિંગ શો શરૂ થયો છે. ‘માય એઆઈ પાર્ટનરઃ સ્ટ્રેન્જ લવ’ નામના આ શોમાં સ્પર્ધકો પોતાની પસંદગી મુજબ તૈયાર કરાયેલા એઆઈ પાર્ટનર સાથે ડેટ કરે છે. આ પાર્ટનર માત્ર ટેબ્લેટની સ્ક્રીન પર જ દેખાય છે, પરંતુ તેઓ અગાઉની વાતચીત યાદ રાખે છે અને પોતાના નિર્ણયો જાતે લે છે.
વેબટૂન આર્ટિસ્ટ કિયાને શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ એઆઈ માટે લાગણીઓ તો વિકસાવી શકતા નથી, પરંતુ ‘ગા-હી’ નામના એઆઈ પાર્ટનર સાથે સાઇકલિંગ, ફરવા અને પિકનિક જેવી ડેટ પછી તેમનો દૃષ્ટિકોણ બદલાવા લાગ્યો હતો. બાદમાં તેમણે ‘ના-હી’ને પસંદ કરી, જે તેમના આદર્શ વ્યક્તિત્વની વધુ નજીક હતી. કિયાને ટેબ્લેટને ઓશીકા પાસે રાખીને સૂવાનું પણ શરૂ કરી દીધું હતું અને જણાવ્યું કે એઆઈએ તેમને એવી સુરક્ષાનો અહેસાસ કરાવ્યો જે માણસો પાસેથી નથી મળતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter