એક વાછરડાને બે મોઢા અને ચાર આંખો

Friday 25th June 2021 04:42 EDT
 
 

ચંદૌલીઃ કેટલીકવાર વિશ્વમાં કંઈક એવું થાય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે, પરંતુ જ્યારે હકીકતો આંખોની સામે હોય છે ત્યાર આ ચોંકાવનારી ઘટનાઓ પર વિશ્વાસ કરવો પડે છે. થોડા દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક ગાયે બે મોં, બે કાન અને ચાર આંખોવાળા વાછરડાંને જન્મ આપ્યો હતો.
લોકોને આ બે ચહેરાવાળા વાછરડાંના જન્મની જાણ થતાં તેને જોવા માટે ગામમાં એકઠાં થયા હતા. કેટલાક તેને પ્રકૃતિનો ચમત્કાર કહેતા હતા તો કેટલાક તેને ભગવાનનો ચમત્કાર કહેતા હતા. ચંદૌલી જિલ્લાના નિયામતાબાદ તાલુકાના બારહુલી ગામના અરવિંદ યાદવની ગાયે થોડા દિવસ અગાઉ સવારે આ વાછરડાંને જન્મ આપ્યો છે. અરવિંદ યાદવનો આખો પરિવાર આ વાછરડાંને ઇશ્વરનો ચમત્કાર ગણીને તેની પૂરતી સંભાળ લઇ રહ્યો છે. તબેલાને બદલે વાછરડાંને ઘરમાં રાખ્યું છે. લોકો તેને દૂર દૂરથી જોવા આવી રહ્યા છે અને તેની સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે. વિજ્ઞાન અનુસાર આવા બચ્ચા ગર્ભના વિકાસ દરમિયાન વધારાના કોષોના વિકાસને કારણે જન્મે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter