એરોમોબિલઃ આકાશમાં ઉડતી કાર? કે રસ્તા પર દોડતું પ્લેન?!

Monday 23rd March 2015 04:47 EDT
 
 

વગર ડ્રાઇવરે પોતાની જાતે જ દોડતી હાઇ-ટેક સેલ્ફ-ડ્રાઇવિંગ કારથી તો હવે સહુ કોઇ વાકેફ છે, પણ સ્લોવેકિયાની એક કંપનીએ એવી સેલ્ફ-ડ્રાઇવિંગ કાર તૈયાર કરી છે જે રસ્તા પર તો દોડે જ છે, પણ પોતાની પાંખો ફેલાવીને હવામાં ઊડી પણ શકે છે.
એરોમોબિલ નામની આ કારમાં બે પ્રોપેલર તથા ફોલ્ડિંગ પાંખો આવેલી છે, જે એને કલાકના ૨૦૦ કિલોમીટરની ઝડપે ઉડાડી શકે છે. અને તેને ટેઇક-ઓફ્ફ કે લેન્ડીંગ કરવા માટે રન-વેની પણ જરૂર પડતી નથી. ફ્યુઅલ ટેન્ક ફુલ હોય તો અવિરત ૬૯૦ કિલોમીટર સુધી ઊડી શકતી આ ફ્લાઇંગ કારને ટેઇક-ઓફ્ફ કરવા માટે માત્ર ૭૫૦ ફૂટનો ખાલી રોડ પૂરતો થઈ પડે છે.
અને સૌથી મજાની વાત એ છે કે આ કારમાં આપણું રેગ્યુલર પેટ્રોલ પણ ચાલે છે. ઓટો-પાઇલટ તથા ઇમર્જન્સી વખતે પેરેશૂટની પણ વ્યવસ્થા ધરાવતી આ કાર અત્યારે પ્રોડકશન માટે રેડી છે અને એને ૨૦૧૭ સુધીમાં તો માર્કેટમાં મૂકી દેવાનો કંપનીનો ઇરાદો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter