કુમ્માકિવીઃ અદ્ભૂત સંતુલિત ચટ્ટાન

Sunday 30th March 2025 05:29 EDT
 
 

ફિનલેન્ડના વિખ્યાત રુઓકોલાહટીના જંગલોમાં કુમ્માકિવી (સ્ટ્રેન્જ રોક) નામે એક અદ્ભૂત સંતુલિત ચટ્ટાન દસકાઓથી નહીં, સૈકાઓથી સહુકોઇના આકર્ષણનું કેન્દ્ર છે. આશરે 7 મીટર લાંબી આ વિશાળકાય ચટ્ટાન એક નાનકડા, ઉપસેલા પથ્થર પર એટલી સજ્જડ રીતે ટકી રહી છે કે તેને માનવબળથી હલાવી શકાતી નથી. તેને જોતાં પહેલી નજરે તો એવું જ લાગે કે તે ગમેત્યારે ગબડી શકે છે, પરંતુ ગુરુત્વાકર્ષણના નિયમો અનુસાર તેનું સમતોલન જળવાઇ રહ્યું છે. તેની ખરબચડી સપાટી અને અસમાન ઘનત્વ તેને સ્થિર બનાવી રાખે છે. લગભગ 12,000 વર્ષો કરતાં પણ સમયથી આ ચટ્ટાન અહીં સ્થિર છે, જેના લીધે કેટલીય દંતકથાઓ પણ તેની સાથે જોડાયેલી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter