કોઇમ્બતુરમાં દેખાયો અતિ દુર્લભ સફેદ કોબ્રા

Saturday 20th May 2023 06:04 EDT
 
 

કોઇમ્બતુરઃ તમિલનાડુના કોઇમ્બતુર શહેરમાં તાજેતરમાં વાવાઝોડા અને તોફાની વરસાદ વચ્ચે લોકોને અતિ દુર્લભ ગણાતો સફેદ કોબ્રા સાપ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે કોબ્રાનો રંગ કાળો અથવા તો કાળો-બદામી હોય છે પરંતુ આ કોબ્રા સંપૂર્ણ સફેદ હતો. સફેદ કોબ્રાને વિજ્ઞાનની ભાષામાં ‘અલ્બીનો કોબ્રા’ તરીકે ઓળખવામાં આવે છે. આવા કોબ્રા અતિ દુર્લભ ગણાય છે. આ કોબ્રા જોવા મળતાં જ વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટના નિષ્ણાતો પહોંચી ગયા હતા અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને જંગલમાં છોડી દીધો હતો. આ અલ્બીનો ઇન્ડિયન કોબ્રાની લંબાઈ પાંચ ફૂટની હતી. ‘સ્પેલ્ડ કોબ્રા’ તરીકે પણ ઓળખાતો આ સાપ ચાર મોટા સાપની પ્રજાતિઓ પૈકી એક છે. અલ્બીનો એટલે કે સફેદ રંગ જેનેટિક સ્થિતિના કારણે છે. સાપોની પ્રજાતિમાં સૌથી વધુ ઝેરી ગણાતા કોબ્રાનું નામ સાંભળતા જ લોકોને ૫૨સેવો છૂટી જતો હોય છે. આવા સાપ બીજા સાપને ખાઈ જનારાઓની શ્રેણીમાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter