કોર્ન ફલેક્સના પેકેટમાંથી અજગર નીકળ્યો!

Friday 13th March 2015 06:16 EDT
 
 

સિડનીઃ જારેડ સ્મિથ નામનો ૨૨ વર્ષનો નવયુવાન નિત્યક્રમ મુજબ સવારે પોતાના ઘરે બ્રેકફાસ્ટની તૈયારી કરી રહ્યો હતો. ફ્રિજમાં રાખેલું કોર્ન ફ્લેક્સનું પેકેટ લઇને ડાઈનિંગ ટેબલ પર પહોંચ્યો. તેણે ફ્રિજમાંથી પેકેટ બહાર કાઢ્યું ત્યારે જ તેને લાગ્યું તો હતું જ કે પેકેટનું વજન થોડુંક વધારે છે, પણ તેણે ખાસ ધ્યાન આપ્યું નહીં. પરંતુ જ્યારે તેને પેકેટ ખોલ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઇ ગયો કારણ કે પેકેટમાં કોર્ન ફ્લેક્સ નહીં, અજગર હતો!
ગભરાયેલો જારેડ સ્મિથ ટેબલ પર એમ જ પેકેટ છોડીને પોતાના પિતાના રૂમ તરફ ભાગ્યો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેસ્ક્યૂ ટીમને ફોન કરીને ફોન કરીને કોર્ન ફ્લેક્સના પેકેટમાં અજગર હોવાની જાણકારી આપી. રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક પહોંચી ગઇ અને અજગરને પકડીને જંગલમાં છોડી આવ્યા. ફોરેસ્ટ ઓફિસરોના જણાવ્યા પ્રમાણે, આ ડાયમંડ પ્રજાતિનો અજગર હતો અને તેનું ઝેર માણસને મોતને ઘાટ ઉતારી શકે તેટલું કાતિલ હોય છે. સમયસરના પગલાથી જારેડ સ્મિથ અજગરથી બચી ગયો એ તો સમજ્યા, પણ અહીં સવાલ એ છે કે અજગર કોર્ન ફ્લેક્સના પેકેટમાં પહોંચ્યો કઇ રીતે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter