ક્રેડિટ કાર્ડની માહિતી ચોરનાર હેકરને ૩૩૪ વર્ષની કેદ

Wednesday 20th January 2016 05:44 EST
 

ઇસ્તંબુલઃ તુર્કીના ઓનુર કોપકેક નામના ૨૬ વર્ષના હેકરને સ્થાનિક કોર્ટે અનેક લોકોનાં ક્રેડિટ કાર્ડની માહિતી ચોરવાના ગુના માટે ૩૩૪ વર્ષની જેલની સજા સંભળાવી છે. ઓનુરની સાથે અન્ય ૧૧ હેકર્સને ૨૦૧૩માં એક વેબસાઇટ ફિશિંગ કરવાના ગુનાસર પકડવામાં આવ્યા હતા.
આ તમામ આરોપીઓ વેબસાઇટ થકી બેન્કના ક્રેડિટ કાર્ડની માહિતી મેળવતા હતા. લોકો આ વેબસાઇટને ઓફિશિયલ બેન્કની વેબસાઇટ સમજીને થાપ ખાઈ જતા જતા અને એમાં ક્રેડિટ કાર્ડની વિગતો ભરી દેતા હતા. એ જ વર્ષે ૪૩ લોકોએ તેની વિરુદ્ધ કેસ કર્યો હતો. આ પછી કોર્ટે ૧૯૯ વર્ષ અને ૭ મહિનાની જેલ સંભાળવી હતી. ત્યાર બાદ અન્ય ૧૧ ક્રેડિટ કાર્ડની માહિતી વેચવાના ગુનામાં તે દોષી ઠર્યો હતો. આથી કોર્ટે તેની સજા વધારીને ૩૩૪ વર્ષની કરી દીધી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter