સાઉથ-ઇસ્ટ એરિઝોનાના ચિરિકાહુઆ નેશનલ મોન્યુમેન્ટમાં કુદરતે રચેલી અદભૂત કલાકૃતિ આજે પણ અડગ - અડખમ છે, અને તે પણ વર્ષોથી. આ વિશાળ ખડક જાણે ગુરુત્વાકર્ષણના નિયમને પડકારતો હોય તેમ એક સાંકડા આધાર પર ટકી રહ્યો છે. આ સ્થળ સ્ટોન ગાર્ડન (પથ્થરોના બગીચા) તરીકે ઓળખાય છે. આમાં પણ ‘બેલેન્સ્ડ રોક’ તો આ પ્રદેશની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કુદરતની આ ધીરજ અને શક્તિનું જીવંત ઉદાહરણ જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે. આશરે 12,000 એકરમાં ફેલાયેલું આ સ્થળ ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો સંગમ છે.


