ઘર પછવાડેથી મળ્યો 2000 વર્ષ જૂનો રોમ શિલાલેખ

Friday 10th April 2026 08:42 EDT
 
 

ન્યૂ ઓર્લિયન્સઃ અમેરિકાના આ નગરમાં વસતાં એક દંપતીને તેમના ઘરના પાછળના ભાગમાં સફાઈ કરતી વખતે એક અનોખો પૌરાણિક ખજાનો મળી આવ્યો છે. તેમને માટી નીચે દટાયેલો એક આરસનો પથ્થર મળ્યો, જે ખરેખર 2000 વર્ષ જૂના એક રોમન નાવિકની કબરનો પથ્થર હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આ પથ્થર પર લેટિન લિપિ કોતરેલી હતી. પુરાતત્વવિદોની તપાસમાં જાણવા મળ્યું કે આ પથ્થર બીજી સદીના રોમન સૈનિક સેક્સટસ કોન્જેનિયસ વેરસનો છે, જે ‘એસ્ક્લેપિયસ’ નામના યુદ્ધ જહાજ પર સેવા આપતો હતો. હાલ તો નિષ્ણાતોએ સ્થળે ઝીણવટભરી તપાસ કરી છે કે અહીં બીજા કોઇ અવશેષો દટાયેલા છે કે કેમ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter