ચાલુ ઓપરેશને ગિટાર વગાડ્યા કર્યું

Saturday 30th January 2016 06:02 EST
 
 

ચીનના દક્ષિણી પ્રાંત શેરડીન ગુમાંગડોંગ વિસ્તારની એક હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ અને સમગ્ર સ્ટાફના આશ્ચર્ય વચ્ચે એક સંગીતકારે પોતાના મગજના ઓપરેશન વખતે ભાનમાં રહીને ડોક્ટરોને પૂરો સાથ-સહકાર આપ્યો હતો. ૫૭ વર્ષીય લિ-શિયાંગ નામના આ સંગીતકારના દિમાગનું ઓપરેશન શરૂ થયું ત્યારે ડોક્ટરે તેને ગિટાર વગાડવા આપી. જેથી તેની આંગળી કેટલી સક્રિય રહે છે તેની જાણકારી મળે.

લિ-શિયાંગને ૭૦ના દાયકાથી ન્યુરોલોજિકલ સમસ્યા હતી અને સમય સાથે વધતી જતી હતી. પરિણામે એ ન તો ગિટાર વગાડી શકતો હતો કે ન તો કોઈ ધૂન તૈયાર કરી શકતો હતો. ઓપરેશન વખતે ડોક્ટરોએ લિ-શિયાંગના ખભામાં બેટરીથી ચાલતા ઈલેક્ટ્રોડ બેસાડ્યા હતા.

આ માટે વ્યક્તિ હોંશમાં હોય એ જરૂરી હતું. લિ-શિયાંગે પૂરો સહકાર આપ્યો. ઓપરેશન પછી તેની ૮૦ ટકા હરકત પાછી આવી ગઈ હતી અને થોડી વધુ સારવાર પછી તેઓ ૧૦૦ ટકા સાજા થઈ જશે એવો આશાવાદ દર્શાવ્યો હતો. આથી અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં સ્પેનિશ સંગીતકાર કાર્લોસ ઓંગ્લેરાની પણ આવી જ સર્જરી કરી હતી. એ સમયે તેણે સેક્સોફોન વગાડ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter