ચીનમાં બે ટ્રેન ૪૨૦ કિ.મી.ની ઝડપે પાસેથી પસાર કરવાનો વિક્રમ

Friday 22nd July 2016 03:37 EDT
 
 

બિજિંગઃ ચીને તાજેતરમાં બુલેટ ટ્રેનની ઝડપમાં અનોખો વિક્રમ સર્જ્યો હતો. ચીને બે ટ્રેનોને પાસપાસેથી કલાકના ૪૨૦ કિલોમીટરની ઝડપે પસાર કરી હતી. બે ટ્રેનો પાસપાસેથી આટલી બધી વાયુવેગી ઝડપે પસાર થઈ હોય એવો આ વિશ્વ વિક્રમ છે. એક ટ્રેક પર પાસપાસે બે ટ્રેનો આવે ત્યારે અથડાઈ ન પડે કે કોઈ અન્ય દુર્ઘટના ન સર્જાય એટલા માટે ધીમી પાડી દેવાય છે. તેની સામે ચીને ફાસ્ટેસ્ટ ટ્રેન ક્રોસિંગ કરીને હાઈસ્પીડ રેલ નેટવર્કની સિદ્ધિમાં વધુ એક છોગું ઉમેર્યું છે. 

૧૬મી જુલાઈએ સવારે ૧૧:૨૦ વાગ્યે ચીનની બે ટ્રેનો ગોલ્ડન ફિનિક્સ અને ડોલ્ફિન બ્લુ એક જ ટ્રેક પર પાસપાસેના પાટા પર રવાના થઈ હતી. બન્ને ટ્રેનોએ એકબીજાની પાસેથી પસાર થવાનું આવ્યું ત્યારે તેની ઝડપ કલાકના ૪૨૦ કિલોમીટર રખાઈ હતી. ઝેંગઝોઉ વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક પર ચીને આ સિદ્ધિ નોંધાવી હતી. આ ટ્રેન ટ્રાયલ માટે દોડાવવામાં આવી હોવાથી તેમાં મુસાફરો ન હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter