ચોરીના ફોનથી એક દિવસમાં રૂ. ૩.૧૫ કરોડના કોલ

Thursday 12th February 2015 10:25 EST
 

કોઈ વ્યક્તિ રજા પરથી પરત આવે અને ખબર પડે કે તેના ફોનનું બિલ રૂ. ત્રણ કરોડથી વધુનું આવ્યું છે તો તેને કેવો ઝાટકો લાગે? ઓસ્ટ્રેલિયામાં આ કેસ જ્હોન બ્રેનલે (નામ બદલેલું છે)નો છે. બ્રેનલે કુટુંબ સાથે યુરોપના પ્રવાસે ગયા હતા. અહીં તેમના પુત્રનો ફોન ચોરાઈ ગયો. જેની સુચના તેમણે ઓસ્ટ્રેલિયામાં સેવા આપતી કંપનીને આપી દીધી હતી.
જ્હોન ફરીને જ્યારે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા તો બિલ જોઈને ચોંકી ગયા. કંપનીએ તેમને રૂ. ૩ કરોડ ૧૫ લાખ ૩૭ હજારનું બલ મોકલી આપ્યું હતું. તપાસ કરતાં ખબર પડી કે ચોરી કરેલા ફોનનો ઉપયોગ ડેવિડ નામની વ્યક્તિએ કર્યો હતો. તેણે એક જ દિવસમાં અનેક વખત સોમાલિયા ફોન કર્યા હતા. કંપનીએ જણાવ્યું કે, સમયમાં અંતર હોવાને કારણે તેમની ફરિયાદ ફોન ચોરી થયાના બીજા દિવસે નોંધાઈ હતી. અને કાર્ડ બ્લોક થાય ત્યાં સુધીમાં તો ચોરે તેનો લાભ કે ગેરલાભ ઉઠાવી લીધો હતો. જોકે કંપનીએ જ્હોનનું બિલ માફ કરી દીધું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter