જૂની કારને કાપીને બનાવી વિશ્વની સૌથી પાતળી કાર

Tuesday 22nd September 2026 06:05 EDT
 
 

રોમઃ ઇટાલીના એક મિકેનિક અને ફિયાટ કારના શોખીન એન્ડ્રિયા મારાજીએ 1993ની જૂની ફીટા પાન્ડા કારને વચ્ચેથી કાપીને દુનિયાની સૌથી પાતળી અને રોડ પર ચલાવી શકાય તેવી કાર બનાવી છે. આ અદભુત કારનામાને ગિનીસ બુકમાં સ્થાન મળ્યું છે. આ અનોખી કારને તેણે ‘Panda Per Uno’ નામ આપ્યું છે, જેનો અર્થ થાય છે ‘એક વ્યક્તિ માટેની પાન્ડા’ થાય છે કારણ કે આ કારમાં માત્ર એક જ વ્યક્તિ બેસી શકે છે. મારાજીએ કારના દરવાજા અને સાઈડ પેનલ હટાવીને તેને વચ્ચેથી એવી રીતે કાપી અને વેલ્ડ કરી છે કે તેની પહોળાઈ માત્ર 50.2 સે.મી. (1 ફૂટ 7.6 ઇંચ) રહી છે. આ મોડિફિકેશન છતાં, કારના 90 ટકા ભાગો મૂળ કારના જ વપરાયા છે. આ કારમાં એક નાની ઇલેક્ટ્રિક મોટર, બેટરી પેક અને સ્ટિયરિંગ પણ ફીટ કરાયા છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter