જૂનું તે સોનુંઃ સદીપૂરાણી પોસ્ટલ સ્ટેમ્પની કિંમત રૂ. ૨.૩૬ કરોડ

Wednesday 18th February 2015 05:12 EST
 
 

લંડનઃ ઈલેક્ટ્રોનિક્સ યુગના વધતા ચલણથી પોસ્ટલ સ્ટેમ્પ્સના સંગ્રહની ફિલાટેલી તરીકે ઓળખાતી હોબી લગભગ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. આથી જ દુર્લભ ટિકિટો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અત્યંત ઊંચા દામે વેચાય છે, પરંતુ ઈંગ્લેન્ડના કોટ્સવોલ્ડમાં માળિયા પર રાખેલા એક સૈકા જૂના સિગારના બોક્સમાંથી છેક ઈસવી સન ૧૮૮૨માં શાંઘાઈમાં ખરીદાયેલી ૩૫ ટપાલ ટિકિટો મળી આવી છે. એક બ્રિટિશ મિશનરીએ ખરીદેલી આ ટપાલ ટિકિટ પર આટલા લાંબા સમય સુધી કોઈની નજર સુદ્ધાં નહોતી પડી, પરંતુ એ મળ્યાના થોડા જ સમયમાં આ ૩૫ દુર્લભ ટિકીટો હરાજીમાં મુકાઈ અને એલન ગ્રાન્ટ નામના સંગ્રાહકે પુરા ૭૫ લાખ રૂપિયા ચૂકવીને એ ખરીદી લીધી. આ જ ટિકિટો ફરીથી હરાજીમાં મૂકવામાં આવી છે અને તેનું મૂલ્ય ૨.૩૬ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આને કહેવાય જૂનું તે સોનું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter