સિડનીઃ વિજ્ઞાનજગતમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જે પહેલી નજરે તો કોઈ હોલિવૂડ ફિલ્મની સાયન્સ ફિક્શન જેવી લાગે છે. વૈજ્ઞાનિકોએ સમુદ્રના ઊંડાણમાંથી એક એવા જીવની શોધ કરી છે જેને ડાયનાસોરનો પણ પૂર્વજ માનવામાં આવે છે. આ જીવ ‘ચેમ્બર નોટિલસ’ છે, જે આશરે 48 કરોડ વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. શ્મિટ ઓશન ઇન્સ્ટિટ્યૂટના રિમોટલી ઓપરેટેડ વ્હીકલ (ROV) દ્વારા કોરલ સીના રહસ્યમય પાણીમાં સેંકડો મીટર નીચે આ અદભૂત જીવને કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે આટલા કરોડો વર્ષો વીતી ગયા હોવા છતાં આ જીવના રૂપ-રંગ કે આકારમાં કોઈ ફેરફાર થયો નથી, તેથી તેને ‘લિવિંગ ફોસિલ’ (જીવંત અશ્મિ) કહેવામાં આવે છે.


