ડેંગ યિંગઝિયાંગે ૨૦૦ મીટર લાંબી સુરંગ બનાવીને ગામને દુનિયા સાથે જોડ્યું

Thursday 07th January 2016 05:46 EST
 

ડેંગ યિંગઝિયાંગ નામની મહિલાએ ૧૫ વર્ષની અથાગ મહેનત અને સમર્પણભાવ સાથે પોતાના ગામને બાકીની દુનિયા સાથે જોડી દીધું છે. જોકે આ મિશનને પૂરું કરવામાં તેણે પતિની શ્રવણશક્તિનો ભોગ આપવા પડ્યો છે. ૧૯૯૯માં ડેંગે માત્ર હથોડી અને ટાંકણાની મદદથી સુરંગ તોડવાનું શરૂ કર્યું હતું. કેટલીક જગ્યા તો એટલી સાંકડી હતી કે તેમણે સૂઇને કામ કરવું પડ્યું હતું જેના કારણે ડેંગને માથા અને પેટ પર ઘણી ઇજાઓ થઇ હતી, છતાં ક્યારેય કામ પડતું મૂકવાનો વિચાર તેમણે કર્યો નહોતો. તેમના સાહસને જોતાં ચીનના માહુઆઈ ગામના લોકો પણ તેમની મદદે આવી ગયા હતા.

આ પહેલાં પહાડને પાર કરીને જવામાં બે કલાક લાગતા હતા. હવે તે અંતર ૧૦-૧૫ મિનિટમાં કપાઇ જાય છે. ગામના લોકો હવે શહેરમાં જઇને વેપાર કરી શકે છે. રસ્તો ભયજનક હોવાને કારણે બાળકોનું સ્કૂલે જવાનું પણ બંધ હતું, હવે તેઓ નિયમિત શાળાએ જાય છે. થોડા દિવસ પહેલાં સુરંગમાં આવાગમન શરૂ થઇ ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter