દરિયામાં તરતી બોટલમાંથી ૧૧૧ વર્ષ પહેલાં લખાયેલો પત્ર મળ્યો

Thursday 27th August 2015 06:51 EDT
 
 

બર્લિનઃ આધુનિક યુગમાં સંદેશવ્યવહાર બહુ ઝડપી થઈ ગયો છે, પલક ઝપકારામાં તમારો ઇ-મેઇલ દરિયાપારના દેશમાં પહોંચી જાય છે. આ સમયે એક બોટલમાંથી ૧૧૧ વર્ષ પહેલાં લખાયેલો કાગળ મળી આવ્યો છે. આ બોટલ જર્મનીના અમરૂમ ટાપુના તટ પાસે એક ઉંમરલાયક વૃદ્ધ દંપતીને મળી છે. આ બોટલ પર એવું લખાયેલું હતું કે મહેરબાની કરીને ‘આ બોટલને તોડી નાખો.’ બોટલ હાથમાં રાખીને મહિલાના પતિએ આપેલી સૂચના મુજબ બોટલ ખોલતા તેમાંથી કાગળ મળી આવ્યો હતો. જેમાં અંગ્રેજી, જર્મન અને ડચ ભાષામાં લખ્યું હતું કે કોઇને પણ આ બોટલ મળે કે તરત જ બ્રિટનના પ્લેમાઉથમાં સમુદ્રી સંશોધન કરી રહેલા કાર્યાલયને મોકલાવી દે. સાથે સાથે આ બોટલ કયાં સ્થળેથી મળી તે પણ લખવાનું ચૂકતા નહી. બોટલમાંથી મળેલા પોસ્ટકાર્ડમાં આવું લખવાના કારણ અંગે એવું અનુમાન થાય છે કે આ બોટલને ૧૯૦૪થી ૧૯૦૬ વચ્ચે ઉત્તરીય સાગરમાં પ્રયોગ માટે ફેંકવામાં આવી હશે.
આ બોટલનો પ્રયોગ કરવાનો હેતુ સમુદ્રના શકિતશાળી મોજાઓ બોટલને કેટલે દૂર સુધી લઇ જાય છે તે જોવાનો હતો. ૧૧૧ વર્ષ પહેલા વૈજ્ઞાનિકોએ આવી ૧૦૦૦ બોટલો દરિયામાં ફેંકી હતી. એક દસકા પહેલા પણ આવી એક બોટલ મળી આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter