દસ લાખે એક... કુદરતની કમાલ!

Sunday 28th June 2026 06:51 EDT
 
 

ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડમાં કુદરતી કમાલનો અનોખો નજારો જોવા મળ્યો છે. એક એપલ ફાર્મમાં એવું સફરજન ઉગ્યું છે જે જોઈને આશ્ચર્ય થાય. સામાન્ય રીતે પાકેલા સફરજન લાલ કે પીળા રંગની છાલ ધરાવતા હોય છે, પણ બન્ને રંગની છાલ એકસાથે અને તે પણ બરાબર અડધા ભાગમાં વહેંચાયેલી હોય એવું ભાગ્યે જ બને છે. ન્યૂઝીલેન્ડમાં ઉગેલા આ સફરજનમાં અડધો ભાગ લાલ છાલ ધરાવે છે તો બીજો અડધોઅડધ ભાગ ચમકીલી પીળી છાલ ધરાવે છે. આ અનોખું સફરજન મે મહિનામાં બ્રેબર્ન એપલના એક પાર્સલમાંથી મળી આવ્યું હતું. જે દુકાનદારને પેટીમાં આ સફરજન મળ્યું હતું તે પણ અચંબિત છે કેમ કે તેણે વર્ષોના બિઝનેસ દરમિયાન આ પહેલાં ક્યારેય આ પ્રકારનું ફળ જોયું નથી.

કૃષિ નિષ્ણાતોના મતે આવું 10 લાખ ફળમાંથી એકાદમાં જોવા મળતું હોય છે. ખરેખર આ કુદરતની કમાલ જ કહેવાય. અડધાઅડધા બંને રંગ ધરાવતા આવા સફરજનને કાઈમેરા એપલ કહેવાય છે. નિષ્ણાતોના મતે આવું રેર જનીનગત બદલાવના કારણે થાય છે. એમાં એક જ ફળમાં બે અલગ-અલગ જિનેટિકલ ટિશ્યુઝ વિક્સિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter