પ્રાગઃ ચેકોસ્લોવેકિયાની રાજધાની પ્રાગમાં વિનારના સર્ટોવકા નામે એક અત્યંત સાંકડી ગલી આવેલી છે. આ ગલી એટલી સાંકડી હજે છે કે બે વ્યક્તિ પણ સામસામી પસાર થઇ શકતી નથી. આ ગલી 50થી 70 સેન્ટીમીટર પહોળી અને 10 મીટર લાંબી છે. આમાંથી બે લોકો એકસાથે પસાર થઈ શકતા ન હોવાથી સમસ્યાના ઉકેલ માટે અહીં રાહદારીઓ માટે ખાસ ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને ગલીના બંને છેડે બટન આપવામાં આવ્યા છે.
કોઇ પણ છેડેથી ગલીમાં પ્રવેશતાં પહેલાં મુસાફરે બટન દબાવવું પડે છે, જેનાથી બીજી તરફ લાલ લાઈટ થઈ જાય છે. આ લાઈટ જોઈને સામેની વ્યક્તિ રોકાઈ જાય છે, જેથી ગલીમાં સામસામે ‘જામ’ ન સર્જાય. આ અનોખી વ્યવસ્થા પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે, અને પ્રાગના પ્રવાસે આવતી વ્યક્તિ એક વખત તો અચૂક આ ગલીની મુલાકાત લે છે.


