દુનિયાનું સૌથી વજનદાર લસણ

Tuesday 21st July 2026 10:22 EDT
 
 

લંડનઃ બ્રિટનના પ્રખ્યાત બાગાયતદાર ખેડૂત ગ્રેહામ બેરેટે કૃષિ ક્ષેત્રે ફરી એકવાર અદભુત સિદ્ધિ હાસલ કરીને બે નવા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેમણે પોતાના ખેતરમાં દુનિયાનું સૌથી વજનદાર લસણ ઉગાડવામાં સફળતા મેળવી છે, જેનું વજન અંદાજે 1.75 કિલોગ્રામ નોંધાયું છે. સામાન્ય લસણની સરખામણીએ આ કદ અને વજન ખરેખર આશ્ચર્યજનક છે.
આ અનોખા લસણ ઉપરાંત, બેરેટે દુનિયાનો સૌથી વજનદાર વટાણાનો દાણો ઉગાડવાનો પણ નવો રેકોર્ડ બનાવ્યો છે, જેનું વજન 27 ગ્રામ છે. ગ્રેહામ બેરેટ તેમની અદભુત અને નીતનવીન પ્રગતિશીલ બાગાયતી તકનીકો માટે લાંબા સમયથી જાણીતા છે. આ પહેલાં પણ તેઓ વર્ષ 2025માં પોતાની પાક પેદાશો દ્વારા ચાર અલગ-અલગ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવી ચૂક્યા છે. હવે તેમાં વધુ બેનો ઉમેરો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter