દુનિયાનો સૌથી નાનો ક્યૂઆર કોડ

વાળથી પણ પાતળો અને નરી આંખે તો જોવો જ અશક્ય!

Saturday 27th June 2026 07:06 EDT
 
 

વિયેનાઃ ટેકનોલોજીએ દુનિયા બદલી નાંખી છે, અને વિજ્ઞાનીઓ પણ નીતનવા સંશોધનો કરતાં કરતાં મુઠ્ઠીઉંચેરા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યા છે. ઓસ્ટ્રિયા યુનિવર્સિટીના સંશોધકોએ માનવ વાળ કરતાં પણ પાતળો ક્યૂઆર કોડ બનાવ્યો છે. માત્ર 1.977 સ્ક્વેર માઇક્રોમીટરનું કદ ધરાવતો આ કોડ એટલો સૂક્ષ્મ છે કે તેને નરી આંખે જોવો પણ અશક્ય છે. આ અનોખા ક્યૂઆર કોડને બનાવવા માટે આધુનિકતમ ‘ફોકસ્ડ આયન બીમ’ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિદ્ધિને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. નેનો ટેકનોલોજીના ક્ષેત્રમાં આ શોધ ડેટા સ્ટોરેજ અને સિક્યોરિટી સિસ્ટમને ભવિષ્યમાં વધુ સુરક્ષિત અને સૂક્ષ્મ બનાવવામાં મદદરૂપ થશે તેવું નિષ્ણાતોનું માનવું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter