નિવૃત્તિ પછી પ્રેરણાદાયી પ્રવૃત્તિઃ 79ની ઉંમરે અઢી લાખ વૃક્ષો વાવ્યાં

Saturday 08th August 2026 07:51 EDT
 
 

રાજસ્થાનના પ્રસન્નપુરી ગોસ્વામી નિવૃત્તિ પછી પ્રેરણાદાયી પ્રવૃત્તિ હાથ ધરી છે. તેમણે ગ્રીન મિશન હાથ ધર્યું છે એમ પણ કહી શકો. એક સમય હતો જ્યારે મેહરાનગઢની વેરાન પહાડીઓ તરફ કોઈ જોતું નહોતું. આજે ત્યાં 15 હેક્ટરમાં ફેલાયેલું એક ઘટાદાર જંગલ છે. 78 વર્ષીય પ્રસન્નપુરીએ અહીં સવાસોથી વધુ પ્રકારના 2.5 લાખથી વધુ વૃક્ષો વાવીને લીલીછમ હરિયાળી ફેલાવી દીધી છે. પ્રસન્નપુરીના જીવનનો આધાર ત્રણ સૂત્રો  પર છે. એક તો, અટલ સંકલ્પ - પ્રસન્નપુરીએ જાતમહેનથી એક એક છોડને પાણી સીંચીને મોટા કર્યા છે. બીજું, દુ:ખથી તૂટયા નથી - વૃક્ષોની સંભાળ લેતી વખતે તેમણે પુત્ર ગુમાવ્યો, પણ હિંમત ન હાર્યા. અને ત્રીજું, નિરંતર પ્રકૃતિ સેવા - તેઓ ચાર દસકાથી પ્રકૃતિ પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter