પળે પળે રંગ અને ડિઝાઇન બદલતો ડિજિટલ ડ્રેસ

Saturday 28th October 2023 08:08 EDT
 
 

દિગ્ગજ સોફ્ટવેર કંપની એડોબીએ તાજેતરમાં તેના પ્રોજેક્ટ પ્રિમરોઝ હેઠળ એક ખાસ પ્રકારનો ઇન્ટરેક્ટિવ ડિજિટલ ડ્રેસ તૈયાર કર્યો છે. આ ડ્રેસને બનાવવામાં કોઈ પણ પ્રકારના કપડાં કે દોરાનો ઉપયોગ કરવાને બદલે સેંકડો ડિજિટલ ડિસ્પ્લેનો ઉપયોગ કરાયો છે. એકબીજા સાથે કનેક્ટેડ ડિસ્પ્લે વડે બનેલો આ ડ્રેસ લગભગ દર સેકન્ડે તેની ડિઝાઇન બદલે છે. માત્ર એક બટન દબાવવાથી આ ડ્રેસ તેની ડિઝાઈનની સાથે કલર પણ બદલી શકે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં વડું મથક ધરાવતી આ મલ્ટીનેશનલ કોમ્પ્યુટર સોફ્ટવેર કંપનીનું કહેવું છે કે સ્વાભાવિક છે કે સામાન્ય ડ્રેસ ૫હેરવાની સરખામણીમાં આ ડ્રેસ ક્ષણમાં તમારા લુકને રિફ્રેશ કરી નાંખે છે. તાજેતરમાં લોસ એન્જલસમાં યોજાયેલા એક ઇવેન્ટ દરમિયાન એડોબી મેક્સ દ્વારા આ ડ્રેસ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ અનોખા ડ્રેસના ડિઝાઇનર ડીર્કે ખુદ તેને પહેરીને કેટવોક કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter