પાંચ ચોપડી પાસ કડિયાએ મફત શિક્ષણ આપવા સ્કૂલ ખોલી

Thursday 05th May 2022 17:29 EDT
 
 

બોકારો: પરશુરામ ઉંમર 68 વર્ષ, વ્યવસાયે કડિયા છે. તેઓ પોતે માત્ર પાંચમું ધોરણ પાસ છે પણ આજે 4200 બાળકો તેમનો આભાર માનતા થાકતા નથી, કેમ કે તેમના જીવનમાં શિક્ષણનો ઉજાસ પરશુરામ જ લાવ્યા છે. ઝારખંડના બોકારોમાં સેક્ટર 12-એમાં તેઓ 30 વર્ષથી બિરસા મુંડા ફ્રી સ્કૂલ ચલાવે છે. ઝૂંપડી જેવી આ સ્કૂલમાં આસપાસના રોજમદાર મજૂરો, રિક્ષાચાલકો, ફેરિયાઓના બાળકોને ધો. 7 સુધી મફત ભણાવાય છે. પરશુરામના માતા-પિતા પણ દાડિયા મજૂર હતા. નાણાંભીડને કારણે પરશુરામ પાંચમા ધોરણથી આગળ ભણી ન શક્યા. માતા-પિતા સાથે મજૂરી કરીને કડિયાકામ શીખી લીધું પણ શ્રમિકોના બાળકો કેમ ન ભણી શકે એ સવાલ તેમને કાયમ ખટકતો હતો. તેમણે 1990માં 20 હજાર રૂપિયાની બચતથી ઝૂંપડી જેવી સ્કૂલ શરૂ કરી. પહેલાં તેઓ જાતે બાળકોને ભણાવતા હતા પણ ધીમે-ધીમે બાળકોની સંખ્યા વધીને 60 થયા બાદ એક શિક્ષકની જરૂરિયાત જણાઇ, પરંતુ કોઇ શિક્ષક મફત ભણાવવા માટે તૈયાર નહોતા. આથી પરશુરામે 10 હજાર રૂપિયાના પગારે બે શિક્ષકોને નોકરીએ રાખ્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter