ફનફેક્ટ્સઃ ૩ હૃદય અને ૯ મગજ ધરાવતા ઓક્ટોપસ ૫૬,૦૦૦ ઈંડા મૂકે છે!

Monday 26th April 2021 12:37 EDT
 
 

શું તમે જાણો છો કે આઠ પગાળી ઓક્ટોપસ માદા પૃથ્વી પર સૌથી ફળદ્રુપ પ્રાણી ગણાય છે. માદા ઓક્ટોપસ એક જ સમયે આશરે ૫૬,૦૦૦ ઈંડા મૂકે છે. ઓક્ટોપસ માદા સૌથી મહેનતુ માતા છે કારણ કે છ મહિના સુધી ખાધાપીધાં વિના ઈંડાને સેવવામાં અને રક્ષણ કરવામાં તેની તમામ તાકાત ખર્ચાઈ જાય છે અને બચ્ચાંના જન્મ પછી તેનું મોત થાય છે. ઓક્ટોપસના બચ્ચાનું જન્મ સમયે કદ ચોખાના દાણા જેટલું જ હોય છે. આવું જ નર ઓક્ટોપસનું હોય છે. સેક્સ એટલે કે મેટિંગ કર્યા પછી સ્પર્મ છોડે છે તેના બે-ત્રણ માસમાં જ તે મોતને ભેટે છે. ઓક્ટોપસને આઠ હાથ કે પગ હોય છે અને આશ્ચર્યજનક હકીકત એ છે કે તેના દરેક પગમાં મિની બ્રેઈન હોય છે. આમ, તેને કુલ નવ દિમાગ હોય છે!
વધુ એક નવાઈ એ છે કે ઓક્ટોપસનું લોહી ભૂરા રંગનું હોય છે અને ત્રણ હૃદય હોય છે. એક હદય શરીરમાં રુધિરાભિસરણ કરે છે અને બીજા બે હૃદય ઓક્સિજન મેળવવા લોહીને ગીલ્સ તરફ ધકેલે છે. માનવીના લોહીમાં આયર્ન હોવાથી તેનો રંગ લાલ હોય છે પરંતુ, ઓક્ટોપસના લોહીના પ્રોટીનમાં કોપર-તાંબુ મુખ્ય હોવાથી લોહી ભૂરા રંગનું હોય છે.
આરોગ્યની સંભાળની મજેદાર ટીપ
જો તમારી આંખની પાપણ પર સોજો આવી જતો હોય તો તે સોજો દૂર કરવા દિવેલ - કેસ્ટર ઓઈલના ટીપાંથી તેના હળવેથી મસાજ કરશો. આમ કરવાથી પાંપણ પરનો સોજો દૂર થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter