ફર્સ્ટ જનરેશન કમ્પ્યૂટર ભંગારના ભાવે વેચ્યું

Friday 12th June 2015 07:56 EDT
 
 

વોશિંગ્ટનઃ એક મહિલાએ ભંગારના ભાવે એપલનું ફર્સ્ટ કમ્પ્યૂટર વેચી નાખ્યું હોવાનો કિસ્સો અમેરિકામાં બન્યો છે. મહિલાને એ ખ્યાલ જ નહોતો કે તે જે કમ્પ્યૂટર કબાડીના ભાવે વેચી રહી છે તે ખરેખર એપલનું છે અને તેની માર્કેટમાં કિંમત અધધધ બે લાખ ડોલર છે.
કબાડીએ જ્યારે આ કમ્પ્યૂટર જોયું તો હેરાન થઈ ગયો. આ કોઈ સામાન્ય કમ્પ્યૂટર નહીં પણ ફર્સ્ટ જનરેશનનું એપલ કમ્પ્યૂટર હતું. જેની શોધ એપલના સ્થાપક સ્ટીવ જોબે ૧૯૭૬માં કરી હતી. આ પ્રકારના માત્ર ૨૦૦ કમ્પ્યૂટર જ બનાવામાં આવ્યા હતા, જે મહિલાએઆ કમ્પયૂટર કબાડીને વેચ્યું તેણે પોતાની ઓળખ કબાડીથી છુપાવી હતી અને એડ્રેસ પણ નહોતું આપ્યું કેમ કે તે ટેક્સ ચૂકવવાથી બચવા માગતી હતી.
હવે કમ્પ્યૂટર ખરીદનાર પ્રમાણિક કબાડી એ મહિલાને શોધી રહ્યો છે, જેણે આ કમ્પ્યૂટર તેને ભંગારના ભાવે વેચ્યું હતું. હાલ તો આ કમ્પ્યૂટરને કબાડીએ એક ખાનગી કંપનીને બે લાખ ડોલરમાં વેચી દીધું છે, પણ તેને જે નાણા મળ્યા છે તેમાંથી અડધોઅડધ એટલે કે એક લાખ ડોલર તે આ મહિલા માલિકને પરત આપવા માગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter