બર્ફિલા કેનવાસ પર જીવનની છબિઃ ડેવિડ પોપાની કલાકૃતિ

Saturday 21st March 2026 09:14 EDT
 
 

કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં આવેલા અબ્રાહમ સરોવરની જામી ગયેલી બર્ફિલી સપાટી પર અમેરિકાના લેન્ડ આર્ટિસ્ટ ડેવિડ પોપાએ તાજેતરમાં શાનદાર, પણ ક્ષણભંગુર કૃતિ રચી. પોપાએ આ સ્થાનને સૌથી સુંદર કેનવાસોમાંનું એક જણાવ્યું. કોલસો, ચોક અને સરોવરના પાણીથી તૈયાર થયેલી આ વિશાળ સ્ત્રી આકૃતિ બરફની અંદરથી ઉભરતા નવજીવનનું પ્રતીક છે. શૂન્યથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે બદલાતું રહેતું વાતાવરણ, તૂટતી સપાટી, ઘટ્ટ ફિરોઝી રંગ અને બરફની નીચે જામેલા ફોટોજેનિક પરપોટાએ આ ચિત્રકૃતિને ઔર અલૌલિક બનાવી દીધી હતી.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter