મહામૂલ્યવાન રિસ્ટ વોચ...

298 હીરા જડેલી આ કાંડા ઘડિયાળની કિમત 30 કરોડ રૂપિયાની વધુ છે!

Sunday 19th April 2026 07:33 EDT
 
 

ન્યૂયોર્ક: લક્ઝરી ઘડિયાળ બ્રાન્ડ જેકબ એન્ડ કંપનીએ તાજેતરમાં આ મહામૂલી ઘડિયાળ લોન્ચ કરી છે. આશરે 30 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી આ કાંડા ઘડિયાળની સૌથી નોંધપાત્ર વિશેષતા છે તેમાં જડાયેલા ‘એન્જલ-કટ’ હીરા છે. ઘડિયાળ પર 79 કેરેટ વજનના કુલ 298 વ્હાઇટ ડાયમંડ છે અને દરેક પર 37 પાસાઓ છે, જે તેનો ઝગમગાટ ઔર વધારે છે. 18 કેરેટ વ્હાઇટ ગોલ્ડના 54x41 મીમીના કેસમાં આ ઘડિયાળ ફ્રેમ કરાઇ છે. ડબલ ફ્લાઇંગ ટુર્બિલોન મિકેનિઝમ સમયને એકદમ સચોટ જણાવે છે. અને હા, આ ઘડિયાળના 18 નંગ બનાવાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter