યુવક ટેક્સીમાં ૫૦૦ કિ.મી. દૂર પહોંચ્યો બિલ આવ્યું ૧ લાખ

Saturday 17th March 2018 07:58 EDT
 
 

વેસ્ટ વર્જિનિયાઃ નશાની હાલતમાં ટેક્સી ભાડે કર્યા બાદ તેમાં સૂઇ જવાનું એક યુવકને ખૂબ મોંઘું પડી ગયું. અમેરિકાના ન્યૂ જર્સીના રહેવાસી કેની બેકમેનને ઉબરે ૧,૬૩૫ ડોલર (અંદાજે ૧ લાખ ૬ હજાર રૂપિયા)નું બિલ પકડાવ્યું છે.
કેની ટેક્સીમાં સૂઇ ગયો ને ૫૦૦ કિલોમીટર દૂર પહોંચ્યા બાદ આંખ ખુલી ત્યારે હકીકત સમજાઇ અને તેના મોતીયા મરી ગયા. હવે તેણે ટેક્સીભાડું ચૂકવવા ફંડરેઇઝીંગ શરૂ કર્યું છે. ૨૧ વર્ષીય કેનીએ મિત્રો સાથે પાર્ટી યોજ્યા બાદ નશામાં વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટી કેમ્પસ જવા ઉબર કેબ બુક કરાવી. કેની સૂઇ ગયો અને ૫૦૦ કિ.મી. દૂર ન્યૂ જર્સી પહોંચ્યા બાદ તેની આંખ ખુલી ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. કેનીનું કહેવું છે કે 'આંખ ખુલી ત્યારે મારી આસપાસ કેટલાક અજાણ્યા લોકો હતા. હું હેરાન હતો કે ક્યાં છું?' કેનીએ ઉબર એક્સએલ બુક ન કરાવી હોત તો બિલ આટલું વધારે ન હોત, કેમ કે તે બજેટ કેબથી મોંઘી હોય છે. ઉબરે પણ રાઇડની પુષ્ટિ કરતાં કહ્યું છે કે ડ્રાઇવરે કેનીને ત્યાં જ ઉતાર્યો કે જ્યાં ઉતરવાનું તેણે કહ્યું હતું. આશ્ચર્ય તો એ છે કે રાઇડ પૂરી થયા બાદ કેનીએ ડ્રાઇવરને ફાઇવ સ્ટાર રેટિંગ આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter