રબને બના દી જોડીઃ 36 ઇંચનો લાડો અને 34 ઇંચની લાડી

Saturday 14th May 2022 17:25 EDT
 
 

નૌગછીયાઃ બિહારમાં હાલ લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી છે. એટલા બધા લગ્નો છે કે દરેક સ્થળે શહેનાઈના સૂર અને ડીજેની ધામધૂમ સંભળાઈ રહ્યા છે. આ બધાની વચ્‍ચે ભાગલપુર જિલ્લાના નૌગછીયામાં યોજાયેલ એક લગ્ન ચર્ચાના કેન્‍દ્રમાં છે. દરેક જગ્‍યાએ લોકો આ લગ્નની જ વાતો કરી રહ્યા છે.
ખરેખર, 36 ઇંચ ઊંચા મુન્નાએ નૌગછીયામાં 34 ઇંચ ઊંચી દુલ્‍હન મમતા સાથે લગ્ન કર્યા છે. નવદંપતીને જોવા માટે હજારો લોકો આસપાસથી ઉમટી પડ્‍યા હતા. તેમાંથી મોટી સંખ્‍યામાં એવા લોકોની હતી, જેમને આમંત્રણ પણ આપવામાં આવ્‍યું ન હતું. દરેક જણ મુન્ના અને મમતાની એક ઝલક જોવા ઇચ્‍છતા હતા. લગ્ન સમારોહમાં એટલી બધી ભીડ હતી કે તેને સંભાળવી મુશ્‍કેલ બની ગઈ હતી.
નાનપણથી આપણે કહેવત સાંભળતા આવ્‍યા છીએ કે જોડીઓ સ્‍વર્ગમાં બને છે, પણ તેને નિભાવવાની પૃથ્‍વી પર છે. માત્ર પતિ-પત્‍ની જ નહીં, પરંતુ આ દુનિયામાં દરેક સંબંધ ઉપરવાળા દ્વારા આપણા માટે નિશ્ચિત કરવામાં આવે છે. આપણે માણસો તો તેમના હાથની કઠપૂતળી છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter