રોબોટ રિપોર્ટરે ૧ મિનિટમાં અહેવાલ તૈયાર કર્યો!

Friday 18th September 2015 05:39 EDT
 
 

બૈજિંગઃ દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. દરેક ક્ષેત્રે ટેક્નોલોજીનું આગમન થઇ રહ્યું છે. રોબોટ માણસોનાં કામ કરતાં થઇ ગયા છે એ તો હવે જૂની વાત થઇ. તમને જાણીને નવાઇ લાગશે કે ચીનમાં તો ગયા સપ્તાહે એક રોબોટે પત્રકાર બનીને સડસડાટ રિપોર્ટ પણ લખી નાંખ્યો. ચીનનાં એક સમાચારપત્રમાં રોબોટે લખેલા સમાચાર પ્રકાશિત પણ થયા છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે, આ બિઝનેસ સમાચારને ચીની ભાષામાં ચોક્કસાઈપૂર્વક લખવા માટે રોબોટે ફક્ત ૧ મિનિટનો સમય લીધો હતો. આ રોબોટને ચીની સોશિયલ એન્ડ ગેમિંગ કંપની ટેનસેન્ટે બનાવ્યો છે અને તેનું નામ ‘ડ્રીમરાઇટર’ આપ્યું છે.
જોકે આ અહેવાલ ચીનના પત્રકારોમાં ફફડાટ ફેલાયો છે કે જો રોબોટ તેમનું કામ કરવા લાગશે તો ચીનના મીડિયામાં કોઇ તેમનો કોઈ ભાવ પૂછશે નહીં. આ રોબોટે કંપનીની ઇન્સ્ટેન્ટ મેસેજિંગ સર્વિસ દ્વારા ૯૧૬ શબ્દના સમાચાર ફક્ત ૧ મિનિટમાં લખી નાખ્યા હતા અને તેમાં તે પણ એકેય ભૂલ વગર.
જોકે એમ જાણવા મળી રહ્યું છે કે, તેને બિઝનેસને લગતા સમાચાર લખવામાં થોડી સમસ્યાનો સામનો કરવો પડે છે. પત્રકાર લીએ જણાવ્યું હતું કે, રોબોટે લખેલા સમાચાર વાંચવાલાયક છે. આ સમાચાર વાંચીને કોઈ એમ ન કહી શકે કે, આ સમાચારને કોઈ માણસે નહીં, પરંતુ એક માનવમશીને લખ્યા છે.
કઇ રીતે સમાચાર તૈયાર કર્યા?
આ રોબોટે મંદીમાંથી પસાર થઈ રહેલા ચીનના ઓગસ્ટ મહિનાના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર સમાચાર લખ્યા હતા. આ ખબરમાં ચીનના કેટલાક આર્થિક નિષ્ણાતોના ક્વોટનો પણ સમાવેશ તેણે કર્યો છે. જાણવા મળે છે કે, આ રોબોટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે, તે તમામ સ્રોત દ્વારા જાતે જ કોઈ પણ વિષય પરના આંકડા, તથ્યો અને લોકોના વિચાર જાણીને થોડા સમયમાં સમાચાર તૈયાર કરી લે છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, આ રોબોટ પોતાની ભૂલ જાતે પકડી પાડે છે અને પોતાની આ ભૂલથી તે સબક શીખી લે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter