લૂંટકેસની તપાસ કરતાં મળી 1400 વર્ષ જૂની કબર

Monday 09th February 2026 08:24 EST
 
 

સાન પાબ્લો હુઇત્ઝોઃ મેક્સિકોમાં થયેલી એક પુરાતત્વીય શોધે સમગ્ર વિશ્વના ઇતિહાસકારોને ચોંકાવી દીધા છે. મેક્સિકોના સાન પાબ્લો હુઇત્ઝો નામના શહેરમાં આશરે 1400 વર્ષ જૂની એક રહસ્યમય કબર મળી છે. આ શોધ કોઈ ખોદકામ દરમિયાન નહીં, પરંતુ લૂંટની એક ગુપ્ત માહિતી મળ્યા બાદ તપાસ કરતા આકસ્મિક રીતે થઈ હતી.
આ કબર પ્રાચીન ઝાપોટેક સંસ્કૃતિની છે, જેમને ‘ક્લાઉડ પીપલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કબરમાંથી એક એવું શિલ્પ મળી આવ્યું છે જે જોઈને કોઈ પણ ફફડી જાય. તેમાં એક ઘુવડનું શિલ્પ છે, જેની ચાંચ એક પૂર્વજના ચહેરાને ઢાંકી રહી છે. ઝાપોટેક માન્યતા મુજબ, ઘુવડ એ ‘રાત્રિ અને મૃત્યુ’નું પ્રતીક છે.

આ શિલ્પ અત્યંત સારી સ્થિતિમાં મળી આવ્યું છે. કબરની દિવાલો પર સફેદ, લીલો, લાલ અને વાદળી રંગના ચિત્રો દોરેલા છે. આ ચિત્રોમાં અંતિમ સંસ્કારની વિધિઓ અને શોક મનાવતા લોકો દર્શાવવામાં આવ્યા છે. આ કબર ઈ.સ. 600ની આસપાસની હોવાનું મનાય છે. આ એ સમય હતો જ્યારે ઝાપોટેક સંસ્કૃતિ તેની ટોચ પર હતી. મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે જણાવ્યું કે આ શોધ ઝાપોટેક લોકોની સામાજિક રચના, તેમની કલા અને તેમના પ્રતીકોને સમજવામાં ખૂબ જ ઉપયોગી પુરવાર થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter