લ્યો બોલો... ChetGPT તમને ખોવાયેલાં ચપ્પલ પણ શોધી આપે છે!

Tuesday 01st September 2026 10:23 EDT
 
 

ઉજ્જૈનઃ મધ્યપ્રદેશમાં આવેલા સુપ્રસિદ્ધ ઉજ્જૈન મહાકાલ મંદિરની બહાર હજારો ચપ્પલના ઢગલામાંથી પોતાનાં ખોવાયેલા ચપ્પલ શોધવા માટે એક યુવકે એઆઈ એટલે કે ચેટજીપીટીની મદદ લીધી હતી. ગોવાના રહેવાસી શુભાંગ બોરકરે આ અનોખા પ્રયોગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ભારે વાઈરલ થયો છે. મંદિરમાં દર્શન કર્યા પછી બહાર આવ્યો તો શુભાંગને પોતાના ચપ્પલ ન મળ્યા. રેકમાં હજારો ચપ્પલ પડ્યા હતા. આ પછી ટેક્નોલોજીના જાણકાર શુભાંગે ચપ્પલ સ્ટેન્ડની રેકનો વીડિયો અને પોતાના ચપ્પલનો એક સ્પષ્ટ ફોટો ચેટજીપીટી પર અપલોડ કરી દીધો. થોડીક જ ક્ષણોમાં એઆઈએ ચપ્પલની રેકના અલગ-અલગ ફોટા સ્કેન કરીને ચોક્કસ લોકેશન બતાવ્યું કે, રેકની જમણી બાજુએ નીચેના ભાગમાં તેના ચપ્પલ પડેલાં છે. શુભાંગે ત્યાં જઈને જોયું તો ખરેખર તેને ચપ્પલ મળી ગયા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter