વર્ષની સૌથી શ્રેષ્ઠ તસવીર દર્શાવે છે ઉડાન અને આશાનું પ્રતીક

Saturday 24th April 2021 05:36 EDT
 
 

કોરોનાના સંકટ વચ્ચે પણ આશાનો ઉજાસ દર્શાવતી આ તસવીર બ્રાઝિલની છે. તેમાં ૮૫ વર્ષીય કોરોનાપીડિત મહિલાને એક નર્સ પ્લાસ્ટિકના પારદર્શક પડદાના આવરણ સાથે ભેટતી જોવા મળે છે. તે મહિલાને પાંચ મહિનામાં પહેલી વાર કોઇ ભેટ્યું હતું. આ ફોટોને વર્લ્ડ પ્રેસે વર્ષની સર્વશ્રેષ્ઠ તસવીર જાહેર કરી છે. ડેન્માર્કના ફોટોગ્રાફર મેડ્સ નિસેને આ લાગણીસભર તસવીર ઝડપી છે. વર્લ્ડ પ્રેસ જયુરીના એક સભ્યે કહ્યું કે, ‘તમને આ તસવીરમાં પાંખો દેખાશે, જે ઉડાન અને આશાનું પ્રતીક છે.’ અન્ય એક સભ્ય કેવિન વાઇ લીનું કહેવું છે કે આ તસવીર આપણા જીવનની સૌથી વિલક્ષણ પળો દર્શાવે છે. તેમાં એકલતા, તકલીફ તો છે, પણ મહત્વની વાત એ છે કે તે આપણું અસ્તિત્વ દર્શાવે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter