વિશ્વના વયોવૃદ્ધ ફિટનેસ ટ્રેનર

ટિમ મિનિક પત્નીના નિધનથી તૂટી ગયા હતા, પણ જિમમાં નવજીવન મળ્યું, 83ની ઉંમરે વડીલોને ટ્રેનિંગ આપે છે

Wednesday 18th February 2026 04:32 EST
 
 

વોશિંગ્ટનઃ આ અમેરિકાના 83 વર્ષના ટિમ મિનિક છે તેમની પાસે વિશ્વના સૌથી વૃદ્ધ ફિટનેસ ટ્રેનરનો ખિતાબ છે. તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. તેઓ કહે છે કે મારી પત્નીના મૃત્યુ પછી હું ભાવનાત્મક રીતે ભાંગી પડયો હતો. મને એક નવો રસ્તો શોધવામાં ઘણા વર્ષો લાગ્યા. મેં 65 વર્ષની ઉમરે મારી જીવનશૈલીમાં ફિટનેસનું પરિબળ ઉમેર્યું અને બસ સમય બદલાયો. તે દિવસથી આ ફિઝિકલ ફિટનેસ જાણે કે એક આદત બની ગઈ છે.
ઉંમરનું બહાનું ખોટું, કસરત કરો
ટિમ મિનિક કહે છે કે હું એક વીમા કંપનીમાં કામ કરતો હતો. હું મારી ડેસ્ક પર ઘણો સમય વિતાવતો હતો, પરંતુ જિમમાં જોડાયા પછી ડેસ્ક વર્કને વેઇટ રૂમમાં પરિવર્તિત કરી દીધું. મારા આહારમાં સુધારો કર્યો અને એક વર્ષમાં 9 ટકા જેટલી ચરબી ઘટાડી નાંખી. મારો અનુભવ છે કે, આપણે ઘણીવાર ઉમર વધવાની સાથે પોતાને એક મર્યાદામાં બાંધી લઇએ છીએ. લોકો માની લે છે કે હું મારી ઉમરને કારણે કંઈ કરી શકતો નથી, પરંતુ હું તેનાથી વિપરીત માનું છું. જેમ-જેમ ઉમર વધે છે તો તંદુરસ્તી માટે કસરત જરૂરી થઈ જાય છે. આજે જૂઓ મારી ફિટનેસ તેનું ઉમદા ઉદાહરણ છે.
90 વર્ષની ઉંમરના પણ આવે છે
ટિમ જિમ ટ્રેનર હોવા ઉપરાંત વૃદ્ધોને તેમની વયને ધ્યાનમાં રાખીને કસરત પણ શીખવાડે છે. જેમાં 60થી 80-90 વર્ષની ઉમરના વૃદ્ધો પણ આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter