વિશ્વના સૌથી ઠીંગણી વ્યક્તિ દોર બહાદુર ખાપંગી

Sunday 05th June 2022 11:57 EDT
 
 

આ તસવીરમાં જોવા મળતા નેપાળી યુવકે દુનિયાની સૌથી ઠીંગણી વ્યક્તિ તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ યુવકનું નામ છે દોર બહાદુર ખાપંગી. વિશ્વમાં સૌથી ઓછું કદ ધરાવતા ખાપંગીનો જન્મ 14 નવેમ્બર 2004ના રોજ થયો છે. આજે 18 વર્ષના આ યુવાનની ઊંચાઈ 73.43 સેમી એટલે કે માત્ર 2 ફૂટ 4.9 ઈંચ છે. રેકોર્ડધારક આ યુવક ત્રણ બહેનો અને ચાર ભાઈઓમાં સૌથી નાનો છે, અને અભ્યાસ કરે છે. ખાપંગીને કાઠમંડુમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ટુરિઝમ બોર્ડના સીઇઓ ધનંજય રેગમીએ બહાદુરને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ અર્પણ કર્યું હતું.




to the free, weekly Gujarat Samachar email newsletter