વિશ્વની સૌથી મોંઘી કોફી

Monday 15th December 2025 08:30 EST
 
 

માલેતુજારોનો મુકામ ધરાવતું દુબઈ તેની ભવ્યતા અને રેકોર્ડ્સતોડ નવી-નવી વસ્તુઓ માટે જાણીતું છે. આ વખતે આ શહેર દુનિયાની સૌથી મોંઘી કોફીને કારણે ચર્ચામાં છે. દુબઈના ક્રિએટિવ ડિસ્ટ્રિક્ટ અલ બરકોજમાં સ્થિત જુલૈથ કેફેમાં વિશ્વની સૌથી મોંઘી કોફી મળે છે. આ કોફીનું નામ નીડો 7 ગીશા છે, અને તેની કિંમત 89 હજાર પ્રતિ કપ છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે પણ આ કોફીને દુનિયાની સૌથી મોંઘી કોફી તરીકે નામાંકિત કરી છે. નીડો 7 ગીશા કોફી પનામાના બારૂ જ્વાળામુખીના ઢોળાવ પર ઉગે છે. તેને દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ‘બેસ્ટ ઓફ પનામા’ કોમ્પિટિશનમાં 100માંથી 98 પોઇન્ટ મળ્યા છે. જુલૈથ કેફેએ દુનિયાભરના રોસ્ટર્સ અને કલેક્ટર્સને પાછળ છોડીને આ કોફીનો 20 કિલોનો સ્ટોક ખરીધો છે. આ સ્ટોક માટે કેફેએ 6 લાખ ડૉલર (અંદાજે 5 કરોડ રૂપિયા) ચૂકવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter