વિશ્વની સૌથી સ્લિમ, માત્ર 20 ઇંચ પહોળી કાર

Saturday 30th August 2025 06:56 EDT
 
 

ઇટાલીમાં એક અલ્ટ્રા-સ્લિમ કાર સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે અને સોશિયલ મીડિયા પર પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ કાર માત્ર 20 ઇંચ પહોળી છે. તેમાં માત્ર બે લોકો બેસી શકે તેટલી જગ્યા છે. ડ્રાઇવર અને તેની પાછળની સીટ પર એક વ્યક્તિ. પણ હા, આ બન્ને પાતળા બાંધાના હોવા જરૂરી છે. ઇટાલીના 30 વર્ષીય મિકેનિક આન્દ્રે મરાઝીએ 1993 મોડલની ફિયાટ પાન્ડા કારના ઓરિજિનલ મટિરિયલનો ઉપયોગ કરીને આ કાર બનાવી છે. તેનું વજન 264 કિલો, ઊંચાઇ 57 ઇંચ અને લંબાઇ 133 ઇંચ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter