સાઉદી અરેબિયા વિશ્વનું પહેલુંવહેલું સ્કાય સ્ટેડિયમ બનાવી રહ્યું છે. તે રણમાં 350 મીટર (આશરે 1,150 ફૂટ) ઉપર હશે. આ સ્ટેડિયમનું કામ 2027માં શરૂ થશે અને 2032 સુધીમાં પૂર્ણ થઇ જવાની આશા છે. આ પછી 2034નો ‘ફિફા’ વર્લ્ડ કપ અહીં યોજાશે. આ ભવ્યાતિભવ્ય સ્ટેડિયમ માટે વીજપુરવઠો સોલર અને વિન્ડ એનર્જીમાંથી ઉત્પન્ન કરાશે.


