વિશ્વનો સૌથી મોટો ક્રિસમસ ટ્રી સંગ્રાહક જેરોમીન પરિવાર

Tuesday 23rd December 2025 05:16 EST
 
 

ક્રિસમસના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે દેશ અને દુનિયામાં ઉત્સાહ - ઉમંગ અને ઉત્સવનો માહોલ જામી રહ્યો છે. ક્રિસમસ આવે એટલે લગભગ દરેક ક્રિશ્ચિયન પરિવારના ઘરમાં ક્રિસમસ ટ્રી લાગી જ જાય, પણ એકસાથે અસંખ્ય ક્રિસમસ ટ્રી સજાવવાના વિશ્વવિક્રમની વાત આવે ત્યારે તરત જ જર્મનીના જેરોમીન પરિવારને યાદ કરવો પડે. જેરોમીન પરિવારે આ વર્ષે એક જ સ્થાન પર સૌથી વધારે 621 ક્રિસમસ ટ્રી સજાવીને પોતાનો જ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. જર્મનીના સુઝાન અને થોમસ જેરોમીન કે જેમને રેકોર્ડ ઇન્સ્ટિટ્યુટ જર્મની (RID)એ સત્તાવાર વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર જાહેર કર્યા છે તેમણે હસતા ચહેરે એક જ ઘરમાં પોતાના સજાવેલા 621 ક્રિસમસ ટ્રી સાથે પોઝ આપ્યો હતો. નોંધનીય છે કે આ ઘર જર્મનીના હનોવરના પશ્ચિમમાં રિટેલનમાં આવેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter