વિશ્વવિક્રમ સર્જક રીંગણું

પેનસિલ્વેનિયાના ખેડૂતે 3.96કિલોનું રીંગણું ઉગાડી વિક્રમ નોંધાવ્યો છે

Sunday 14th September 2025 09:48 EDT
 
 

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે 78.7 સેન્ટિમીટર માપવામાં આવી છે. અત્યાર સુધીના ઉપલબ્ધ વિગત અને આંકડાઓ અનુસાર, આ રીંગણને અત્યાર સુધીનું સૌથી ભારે અને સૌથી મોટું રીંગણ માનવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે એરિક ગનસ્ટ્રોમે માત્ર ત્રણ વર્ષ પહેલાં જ રીંગણની ખેતી શરૂ કરી છે. સ્વાભાવિક છે વિશ્વવિક્રમ સર્જક રીંગણથી તે આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter