કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર ચોમાસા દરમિયાન જુલાઈના અંત સુધીમાં લગભગ 900 એકરમાં લીલી ખીલે છે. આ વખતે મેઘરાજાની મહેરથી જુલાઈમાં જ લીલી સંપૂર્ણ ખીલી ઉઠી છે. સ્થાનિક લોકો તેને વોટર લીલી પણ કહે છે. અહીં આખા વર્ષ દરમિયાન ડાંગર ઉગે છે, પરંતુ ચોમાસા દરમિયાન લીલીનું વાવેતર કરાય છે, જેથી પ્રવાસીઓને આકર્ષી આ દૂરના વિસ્તારમાં રહેતા લોકો આવક રળી શકે. લગભગ 200 મોટર બોટ આ 900 એકરની આસપાસ પ્રવાસીઓને લઈ આવે છે.