સ્પેનના બાર્સિલોનામાં આવેલું સગ્રાદા બેસિલિકા હવે વિશ્વનું સૌથી ઊંચુ ચર્ચ બની ગયું છે. તાજેતરમાં ચર્ચના મુખ્ય ટાવર પર ક્રોસ લગાવવાનું કામ પૂર્ણ થયું. ખાસ વાત છે કે આ ચર્ચને બનાવવામાં 143 વર્ષ લાગ્યા છે. પ્રખ્યાત સ્થપતિ એન્ટોની ગૌડીએ તેને ડિઝાઈન કર્યું છે. તેમનું મૃત્યુ 1926 માં થયું ત્યાં સુધી માત્ર એક ટાવરનું કામ પુરું થયું હતું. હાલના દાયકામાં અહીં પ્રવાસન વધવાથી બાંધકામ ઝડપી બન્યું. કારણ કે પ્રવેશ ફીના રૂપમાં થઇ રહેલી કમાણીથી તેના બાંધકામનો ખર્ચ કરાઇ રહ્યો છે. અલબત્ત, ચર્ચનો આંતરિક ભાગ હજુ અધુરો છે. આગામી જૂનમાં ગૌડીના જન્મ શતાબ્દી વર્ષમાં તેનું ઉદ્ઘાટન કરવા વિચારણા ચાલે છે.


