સિંગાપોરના અઢી વર્ષના ટેણિયાનો આઇક્યુ ૧૪૨

Friday 12th June 2015 08:13 EDT
 
 

સિંગાપોરઃ આ મહાનગરનો એક અઢી વર્ષનો ટેણિયો ગજબનાક માનસિક ક્ષમતા ધરાવે છે અને તેનો આઈક્યૂ ૧૪૨ છે. આ સાથે જ તેણે જીનિયસ ક્લબ મેન્સામાં સ્થાન મેળવ્યું છે.
મેન્સા કલબની સિંગાપોર શાખામાં ઈલિજાહ કેટેલિગ નામનો સૌથી નાનો સભ્ય બન્યો છે. આ ક્લબ એવા લોકોની છે જેઓ આઈક્યૂમાં ટોચનો સ્કોર ધરાવતા લોકો સામેલ હોય છે. ઈલિજાહની વય અઢી વર્ષ જ છે પણ તે વિવિધ પેટર્ન્સ સોલ્વ કરે છે, સ્ટોરીબુક્સ વાંચે છે અને પાંચ વર્ષના બાળકો માટેની આઈક્યૂ ગેમ્સ તે સરળતાથી રમી જાણે છે. તેના માતાપિતા તેને ગત મહિને સાયકોલોજીકલ ટેસ્ટ માટે લઈ ગયા હતા અને ત્યાં તેનો આઈક્યૂ સ્કોર ૧૪૨ આવ્યો હતો. તેની વય જેટલી વય ધરાવતા માત્ર સાત જ બાળકો છેલ્લા ચાર વર્ષમાં મેન્સામાં જોડાઈ શક્યા છે. મેન્સામાં સામેલ સૌથી નાની વયનો એક બાળક માત્ર બે વર્ષ અને બે મહિનાની વયનો છે.
ઈલિજાહે સ્ટેનફર્ડ બિનેટ ટેસ્ટ આપી હતી જેમાં એનેલિટિકલ અને રિઝનીંગ ટેસ્ટ આપવાની હોય છે. જે આઈક્યૂ ટેસ્ટમાં તેની લોજિક, ગણિત, પિક્ચર પઝલ્સ અને નંબર સિક્વન્સીસની ટેસ્ટ લેવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter