સ્પેસ વિજ્ઞાનમાં સફળતાઃ વિશ્વના સૌથી મોટા કેમેરામાં 11 હજાર નવા લઘુગ્રહ કેદ

Sunday 19th April 2026 07:34 EDT
 
 

સેન્ટિયાગોઃ ચિલીમાં આવેલી વેરા સી રુબિન ઓબ્ઝર્વેટરી દ્વારા કરવામાં આવેલી નવી શોધખોળે ખગોળશાસ્ત્રની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. વિશ્વના સૌથી મોટા ડિજિટલ કેમેરાથી સજ્જ આ વેધશાળાએ તેના પ્રારંભિક તબક્કામાં જ 11 હજારથી વધુ નવા લઘુગ્રહો શોધી કાઢ્યા છે. કુલ 91 હજાર લઘુગ્રહોના અવલોકન દરમિયાન 11 હજાર તદ્દન નવા અને 80 હજાર જાણીતા લઘુગ્રહો જોવા મળ્યા હતા. આ શોધમાં 33 એવા નવા લઘુગ્રહો સામેલ છે જે પૃથ્વીની નજીક છે. જોકે, હાલમાં તેનાથી કોઈ ખતરો નથી. વૈજ્ઞાનિકોને 380 જેટલા ‘ટ્રાન્સ-નેપ્ચ્યુનિયન’ પદાર્થો પણ મળ્યા છે, જે સૂર્યથી પૃથ્વી કરતા 1,000 ગણા વધુ દૂર હોઈ શકે છે. આ શોધો ‘નવમા ગ્રહ’ના અસ્તિત્વ વિશેની તપાસમાં મદદરૂપ
થઈ શકે છે. 473 મિલિયન ડોલરના ખર્ચે બનેલી આ વેધશાળામાં 3,200-મેગાપિક્સલનો કેમેરા અને 8.4 મીટરનો વિશાળ અરીસો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter