હિપ હોપ મ્યુઝિક સાંભળવાથી ચીઝની ફ્લેવર સારી બની શકે છે!

Friday 17th May 2019 06:26 EDT
 
 

સ્વિત્ઝર્લેન્ડની સ્પેશ્યાલિટી ગણાતું એમેન્ટલ ચીઝ બનાવ્યા પછી એને અમુક મહિના અને વર્ષો સુધી સંઘરી રાખવામાં આવે છે. એ પછી જ એની ટિપિકલ ફ્લેવર પકડાતી હોય છે. હાલમાં આ ક્ષેત્રે વધુ સંશોધન શરૂ થયું છે. વૈજ્ઞાનિકોએ ચીઝને કેવા વાતાવરણમાં રાખવામાં આવે તો એની ફલેવર બેસ્ટ હોય એ માટે પ્રયોગો કર્યાં છે અને એમાં સફળતા પછી હવે વધુ ચીઝ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેટલાક સમય પહેલાં બંને યુનિવર્સિટી ઓફ આર્ટસના નિષ્ણાતોએ દસ-દસ કિલોના ચીઝના નવ ગોળા પર પ્રયોગ કર્યો હતો. આદ્ય વિજ્ઞાનીઓએ ચીઝના આઠ વ્હીલ્સને અલગ-અલગ ફ્રીકવન્સી ધરાવતું મ્યુઝિક સંભળાવ્યું હતું અને એક વ્હીલને નીરવ શાંતિમાં મૂકી રાખ્યું હતું. અવાજ અને સંગીતના તરંગોની અસર ચીઝની ફ્લેવર પર પડે છે એ વાતનો દાવો તો સ્વિસ વૈજ્ઞાનિકો ઘણા વખત પહેલાંથી કરતા આવ્યા હતા, પરંતુ તાજેતરમાં આ સંશોધકોનું માનવું છે કે અલગ-અલગ પ્રકારના સંગીતની પણ અલગ-અલગ અસર ચીઝ પર થાય છે.
૨૪ કલાક સુધી સતત હિપ હો, મોઝાર્ટ, ક્લાસિકલ, સેમી-ક્લાસિકલ એમ અલગ-અલગ ફ્રીકવન્સી ધરાવતું મ્યુઝિક સંભળાવ્યા પછી વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા છે કે જે ચીઝના વ્હીલને સતત હિપ હોપ મ્યુઝિકની અસર હેઠળ રાખવામાં આવ્યું હોય એની ફ્લેવર ઉત્તમ પ્રકારની હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter