‘સેલિબ્રિટી’ ડુક્કર મર્લિન

Tuesday 30th June 2026 08:13 EDT
 
 

ન્યૂ યોર્કઃ સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે ઈન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીઝનો દબદબો જોવા મળે છે, પરંતુ હવે પ્રાણીઓએ પણ આ મેદાનમાં બાજી મારી રહ્યા છે. ‘મર્લિન’ નામનું ડુક્કર પણ આવી જ સેલિબ્રિટીઝ છે. દુનિયાભરમાં ચર્ચાના ચોતરે ચઢેલા મર્લિને ‘મોસ્ટ ફોલોડ પિગ’ તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
મર્લિનની સૌથી મોટી ખાસિયત ‘વાત’ કરવાની આગવી રીત છે. તેની માલિકણ મીના અલાલીએ તેને ખાસ ટ્રેનિંગ આપી છે. મર્લિન પાસે 25 અલગ-અલગ સાઉન્ડ બટન છે. તેને ભૂખ લાગે, તેને બહાર ફરવા જવું હોય કે તેને ગુસ્સો આવે ત્યારે તે ચોક્કસ બટન દબાવીને પોતાની ‘વાત’ રજૂ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 11 લાખથી વધુ ફોલોઅર્સ છે, જે તેની દરેક હરકત પર ફિદા છે.
મીના અલાલી જણાવે છે કે 2022થી શરૂ થયેલી આ સફર ઘણી પડકારજનક રહી છે, પરંતુ મર્લિનની બુદ્ધિએ સૌને ચોંકાવી દીધા છે. લોકો મર્લિનના વીડિયો જોઈને પોતાની ચિંતા અને સ્ટ્રેસ ભૂલી જાય છે. મર્લિને એ સાબિત કરી દીધું છે કે જો યોગ્ય રીતે તાલીમ થકી પ્રાણીઓ પણ અશક્ય લાગતી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. આજે તે માત્ર એક રેકોર્ડ હોલ્ડર નથી, પરંતુ લાખો લોકો માટે ખુશીનું કારણ બન્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter