જોર લગા કે હૈઇસા... માઇનસ બાવન ડિગ્રી ઠંડીમાં મુસાફરોએ પ્લેનને ધક્કા મારવા પડયાં!

Tuesday 02nd December 2014 08:24 EST
 

આ વિચિત્ર ઘટનાનો એક મુસાફરે વીડિયો લીધો હતો અને બાદમાં તેને યુટયૂબ પર અપલોડ કરતા આ સમાચાર બહાર આવ્યા છે. વીડિયોમાં વિમાનને સફળતાપૂર્વક ધક્કા માર્યા પછી કેટલાક મુસાફરો ગેલમાં આવી ગયેલા દેખાય છે. આ ઉપરાંત વીડિયોમાં રન-વે પર પણ સ્નો છવાયેલો દેખાય છે.

રશિયાના ક્રેસ્નોયાર્સ્ક ક્રાઈમાં આવેલા ઈગારકા એરપોર્ટ પર યુટી-એરના વિમાનની ચેસીઝ બ્રેક ખૂબ જ નીચા તાપમાનના કારણે જામ થઈ ગઈ હોવાનું એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું. આ અંગે વેસ્ટર્ન સાઈબેરિયાના ટ્રાન્સપોર્ટ પ્રોસિક્યુટરે કહ્યું હતું કે, ૨૫ નવેમ્બરે બનેલી આ ઘટનાની અમે તપાસ શરૂ કરી દીધી છે. ખૂબ જ ઠંડા તાપમાનના કારણે વિમાનની બ્રેક કામ નહોતી કરતી અને વિમાન ખેંચવાની ટ્રક પણ તેને ટેક્સી વેમાં લાવી શકી ન હતી.

આ ભેજામારી વચ્ચે કેટલાક મુસાફરોને ફ્લાઈટ મોડી પડવાની ચિંતા સતાવા લાગી હતી. આ દરમિયાન એક પછી એક આશરે ૭૦ મુસાફરો વિમાનની નીચે ઉતરી ગયા હતા અને વિમાનને ધક્કો મારવો પડ્યો હતો.

આ વિમાન ઈગારકા એરપોર્ટના રન-વે પર આશરે ૨૪ કલાક પડયું રહ્યું હતું. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ વિમાનના પાઈલોટ પાર્કિંગ બ્રેકને ટેક-ઓફ કરવાનું ભૂલી જતાં આટલા ઠંડા તાપમાનમાં બ્રેક જામ થઈ ગઈ હતી. જોકે, બાદમાં આ વિમાન સફળતાપૂર્વક ટેક-ઓફ થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter